Monday, 17 April 2017

અભાવ, અલગાવ, લગાવ...


અભાવ, અલગાવ, લગાવ 
ન હોવો એ એકેયનો પ્રભાવ.

ન ઈન્દ્રિય ન નિંદ્રીય કે પાળ
ન અવલંબન ન એકેય નકાર. 

અચળ, અવિચળ, ચપળ ચાક
પળ પળ ગતિ, પ્રગતિ ચઢાણ.

સહજ, રત, સક્રિય સ્વ ભાવ
આવ્યું-ગયું, ન નડતર ન ધ્યાન.

આ કે તે, સર્વ સમર્પિત સમાન
પૂર્ણ યોગીનું 'મોરલી' એવું પૂર્ણ સંધાન...


વ્યક્તિ અંતરધ્યાન...
એને પ્રભુ સ્વીકારી લે ને એને દિવ્યતા બક્ષે પછી કયાં કોઈ સમાધાન હોય?

નર્યા સંધાનમાં જ ધ્યાન, ભાન, સાન ને એની જ તાન હોય, કામ પણ એ જ...

શરૂઆતમાં પ્રયત્ન, ધૈર્ય અને નિષ્ઠાને વળગેલો હોય પણ જ્યાં  સ્વીકાર આવે પછી મનુષ્ય પક્ષે ફક્ત સાધનનું સન્માન રહે છે. એને લગતું બધું ચાલતું રહે છે ને એ સિવાયનું આપમેળે ખરવા લાગે છે. 

એવું કશું જ નથી રહેતું કે જે આપમેળે ઊદ્ભવે
અને એની અસર છોડે. ટકે અને ક્રિયા-પ્રતિક્રિયાનું ચક્કર ખોલે.


હવે અસ્તિત્વ તાબેદાર છે. કશુંય અમથું આવીને ખળભળાવી ન શકે. અમસ્તું જ, એમ ઊથલપાથલમાં ન મૂકી શકે કારણ સામે પ્રતિભાવને હવે અવકાશ નથી.

છતાંય કોઈ પૃથ્થકરણનો આધાર નથી. વિશ્લેષણ પછીના નિષ્કર્ષનો પણ નહીં, 
તર્કવિતર્કની આવ-જા પણ નથી.

છે નક્કર નક્કી  સ્થિત સ્થિતિ...
જે સર્વ પ્રભાવી છે...
સહેલાઇથી ચલિત થાય તેમ નથી...
જાણે ગતિશીલ રોકાણમાં છે.
રાહ કે બેપરવાહનાં છેડાની પસંદગી વગર સમાંતરે નિતાંતમાં છે.
દિવ્તદત્ત સ્થાયી અવસ્થા...
સક્રિય, નમનીય, ધન્યોથી ધનિક...

આભાર પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
એપ્રિલ, ૨૦૧


Absorbed in wide communion with the Unseen 
The mild ascetics of the wood received 
A sudden greatening of their lonely muse. 
This bright perfection of her inner state 
Poured overflowing into her outward scene, 
Made beautiful dull common natural things 
And action wonderful and time divine.
*Savitri
BOOK VII: The Book of Yoga
Canto VI: Nirvana and the Discovery of the All-Negating Absolute
Of. 532

Flower Name: Rose X Rehderana
Polymath rose
Significance: Communion with the Divine
For one who truly has it, all circumstances becomes an occasion for it.

No comments:

Post a Comment