Monday, 3 April 2017

અહંકારને કહો કે ...


અહંકારને કહો કે ફકત ભૂમિકા ભજવે
અહીં સામ્રાજ્ય ને શાસક અન્ય છે, બન્ને.

અપમાન લગાડીને વલણ ઊજાળે
કયાં તો અર્પિત થાય, નમ્ય દાખલે!

આ જીવન નથી એને ભોગે કે હસ્તે 
બસ! ક્યારેક કયાંક જરૂરી વચ્ચે વચ્ચે.

આટલો ફાળવ્યો, ખમી જા આટલાથી હવે
વધુ દબાવ, પ્રભાવ તને ગળી જશે સાથે

ગણું કયાંક જરાક જીજીવિષા પૂરતું ક્ષણેક
વધુ નથી અહીં, જગ્યા, રસ કે જરૂર એકે.

વ્યક્તિ નથી 'મોરલી' વ્યક્તિમાં એક ખૂણે
યોગ્ય રહે. કહો, બોલાવશે, ખપ લાગ્યે.


મનુષ્યદેહ મળ્યો હોય અને હજી હોય એટલે એટલો અલગાવ તો રહેવાનો...

અનન્ય અસ્તિત્વો પૃથ્વી પર પોતપોતાના લક્ષજન્મોને ભેદી શકે એટલી જગ્યા આ અહંકારને મળેલી છે.

અલગતાનાં ઉદ્દેશને વળગી રહેવા માટે મદદરૂપ થવા પૂરતું...

એથી વધુ ઝીલી શકવાની એનામાં ક્ષમતા પણ કયાં છે!

હા, જીવનશક્તિને જગાડી શકે છે, ફિનિક્સ પક્ષીની જેમ રાખ થયેલાના પ્રાણતત્વોને જિજિવિષાની ચિનગારી લગાડી શકે છે. એ જ તો એની ખરી ભૂમિકા છે.
હરીફાઈ ને વિસંવાદમાં એની હાજરીને વેડફવાની નથી પણ અફર દક્ષતા, જે દિવ્ય 
અભિમૂખ છે અને દિવ્યતાને અભિપ્રેત કરે છે એમાં એને જોતરવાની છે. 


પગથિયું છે ફકત...અને એવું કે જે અદ્રશ્ય થઈ શકે...એવું નમનીય કે વ્યક્તિને પ્રગતિમાં મૂકી પોતે ઓગાળી શકે...

અહં પણ પ્રભુતાથી ભરેલો!
સ્વકાર સર્વસ્વમાં સમાયેલો!
એક મિત્ર...સંગાથી...શુભેચ્છક...

ખરી ઓળખ આપી પ્રભુ!

પ્રણામ...

- મોરલી પંડ્યા 
એપ્રિલ, ૨૦૧

Flower Name: Clivia miniata
Kaffir lily
Significance: Conversion of the Aim of Life from the Ego to the Divine 
Instead of seeking one's own satisfaction, to have service of the Divine as the aim of life. 

No comments:

Post a Comment