Wednesday, 19 April 2017

મય-મયી તું તારી જ...


પ્રગતિ તું તારી જ ગતિમાં

ક્ષર તું તારી જ ક્ષિતિમાં

સાક્ષ તું તારી જ સાક્ષીમાં

જર તું તારી જ જીવનીમાં

વિશેષ તું તારી જ વિશીષ્ટીમાં

શેષ તું તારી જ લુપ્તિમાં

સુજ્ઞ તું તારી જ દિતીમાં

દીપક તું તારી જ દિપ્તીમાં

સર્જીત તું તારી જ કૃતિમાં

શ્રેષ્ઠ તું તારી જ લબ્ધિમાં

શ્વસન તું તારી જ સૃષ્ટિમાં 

મય-મયી તું તારી જ 'મોરલી'માં...


શું નથી જ્યાં તું નથી...
કે,
શું છે જ્યાં તું છે...

હે અદ્રષ્ટ દ્રષ્ટા! 
હે વિધી વિધાતા!
હે અરૂપ રૂપા!
હે સમસ્ત સ્વરૂપા!
આ અદ્ભૂત તારી ગતિ ચેષ્ટા!
આ અનન્ય તારી કૃતિ પ્રજ્ઞા!

તું જ જનની તું જ જનકા
સર્વે ને સ્વયં તારી જ સર્જકતા...

સ્વર તારો ને તારી જ મુદ્રા 
આ હૈયે દીધી તેં તારી જ પીઠિકા...

તું ઉદ્ભવ ને તું જ વહનકર્તા
તારે જ કારણે તારી જ યથાર્થતા...

શું કહેવું હે વિશ્વેશ્વરી જગતમાતા!
તારે જ ખોળે તારી જ ભવ્ય દિવ્યતા...

શત નતમસ્તક માતે...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
એપ્રિલ, ૨૦૧


Flower Name: Nelumbo nucifera 'Alba'
Sacred lotus, East Indian lotus
Significance: Aditi-the Divine Consciousness 
Pure, immaculate, gloriously powerful.

No comments:

Post a Comment