અનાહતાની અનહદતા!
કયાં હ્રદય કે 'નાં ધબકારા?
પદ્માશ્રિત મૃણાલે કૂમળાં.
ઊઘાડ સૂચક, દિવ્ય છાંટણા...
પદ્માસ્થિત પ્રભુ સ્થાપના.
ભીતરમાં ઊંડે અચળ જ્ઞાતા,
નિતાંત સહજીવે, હો ઓછાયા.
ઊઘાડ દર્શક, દિવ્ય સંહિતા...
સ્વયંભૂ સાક્ષાત ચક્રે રૂપા.
સપ્રમાણ, 'મોરલી', સંવેદના કરુણા.
દિવ્ય કર્મો ભેળી દિવ્ય શાતા.
ઊઘાડ પૂર્ણ, દિવ્ય નિત્યદાતા...
દેહ મધ્યે...
સૂક્ષ્મ પ્રવર્તે...
સ્થૂળ દ્રષ્ટે...
ભીતર ભાસે...
અનાહત સત્યે...
સુયોગ્ય જાગે...
અહીં ભરી છે લખલૂટ દિવ્યતા...જો ગુરુજનને ત્યાં સ્થાપિત કરી, તે દ્વારા વહેતી સંવેદનશીલ કરુણા મેળવેલી શકાય તો ખરાં કૃપાપાત્ર...
અહીં જો સર્વ ક્રિયાઓ ગુરૂચરણે અર્પણ થાય તો એ દરેકનો યોગ્ય રસ, નિચોડ, અર્ક...જે જે જરૂરપૂર્ણ હોય તે આગળ વધારી શકાય અને બાકીનું બધું ઓગળતું મૂકી શકાય.
અહીં સપ્રમાણતા અનિવાર્ય છે. અતિ કે અના કોઈ વૃષ્ટિ વિકાસશીલ નથી. જે ગુરૂવાસથી સરભર થઈ જાય છે. સતતતા અને સાતત્યમાં નિષ્ઠા હોય તો એ સમગ્ર ને જગવી શકે છે.
પૂર્ણ યોગનું આ કેન્દ્ર અને સંચિત સ્થાન છે. બન્ને ગુરૂજનોની સંનિધિનું ઊદ્ભવ બિંદુ અને ત્યાર પછી સદા સક્રિય આધ્યાત્મ-અન્નદાતા છે.
Life now obeyed to a diviner rule
And every act became an act of God.
In the kingdom of the lotus of the heart
Love chanting its pure hymeneal hymn
Made life and body mirrors of sacred joy
And all the emotions gave themselves to God.
*Savitri
BOOK VII: The Book of Yoga
CANTO V: The Finding of the Soul
Pg. 529
એ સ્થાન છે તો ત્યાં દિવ્ય બિરાજી શકે છે અને એટલે અહીં કહેવા પાત્ર છે...
પ્રણામ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Canna Xgeneralis
Cannabis lily
Significance: Psychic Centre
Luminous and calm, it is meant to govern the Human being.
No comments:
Post a Comment