શિક્ષણને ક્યાં જોઈએ પાઠશાળા,
તાસ, ખડિયો કે કિતાબ વિદ્યા,
ઊંમર, આવેદન કે સમજ-માત્રા,
ઊતીર્ણ, ઊત્કૃષ્ટ પ્રમાણપત્ર ઝાઝાં?
શિક્ષણને જોઈએ અખૂટ જિજ્ઞાસા,
ધૈર્ય, યત્ન ને શીખનાં પારખાં,
ગ્રહણ અમલ ને નિતાંત પીપાસાં,
અવિરત તૃષા ને અર્પિત વિદ્વત્તા...
શિક્ષણને જોઈએ સાહસિક ગાથા,
આતુર, ખંતીલ, બાળ-યુવાન ઊર્જા.
શીખ-શોધ જેને સ્વપોષણ સાચાં 'મોરલી',
પૃથ્વીકાળ તેને વૃદ્ધિશુદ્ધિ તક-યાત્રા...
ખરું શિક્ષણ ક્યારેય ઉતીર્ણ થવા પૂરતું નથી હોતું. કોઈ અંકોમાં સીમિત નથી હોતું કે કોઈ પ્રમાણપત્ર એને સમેટી નથી શકતું.
જીવનની કૂમળી વય અવસ્થા માટે એ રચેલાં માળખાંમાંથી શક્ય એટલું મેળવીને યોગ્ય થતાં જવું - એ વ્યવસ્થાનો ભાગ છે એટલે એ થવા દેવું રહે.
હા, મોટાભાગની શીખ જો દ્રષ્ટાંત ન બંને તો તુલનાનાં ત્રાજવે વિફળ ગણાય છે,
એ ભાવિ વિકાસની તકોને અદ્રશ્ય કરી શકે છે એટલે મનુષ્ય માપદંડમાં જે કંઈ અત્યારે પ્રચલિત છે એને અનુસરવું રહે...
પણ એ જ એક પડાવ નથી.
આંતરપ્રગતિ માટે જીવાતું જીવન પોતે જ એક પાઠશાળા છે.
યથાયોગ્ય અવલોકન, નિયમન, ગ્રહણ, અમલ, સતર્ક આંતરસંપર્ક અને સ્વપ્રમાણિકતા જીવનનાં ઘણાં પાયદાનો એમ જ ચડાવી આપે છે.
આંતરગતિમય ભૂમિકા બીજી ઘણી બિનજરૂરી ઈતરપ્રવૃત્તિને ઘટવાને સમાધાન આપે છે. એમાં ખેંચતો ભટકાવ, આત્મકેન્દ્રમાં પલટાય છે. એ સ્વાર્થ ભાવ નથી પણ ઊચ્ચ સભાન નિરીક્ષક તપાસ હોય છે.
સ્વ વિશ્લેષણ સ્વયં માટે...
The infant soul in its small nursery school
Mid objects meant for a lesson hardly learned
Outgrow its early grammar of intellect
And its imitation of Earth-Nature's art,
Its earthly dialect to God-language change,
In living symbols study Reality
And learn the logic of the Infinite.
*Savitri
BOOK I: The Book of Beginnings
CANTO V: The Yoga of the Spirit’s Freedom and Greatness
Pg. 76
શિક્ષણને સ્વમાં ઉતારવામાં મદદ કરે છે. સ્વયંને શિક્ષણનું પાઠ્યપુસ્તક બનાવે છે.
એ વલણ પછી અખૂટ આયામો ખોલે છે.
એ વલણ પછી અખૂટ આયામો ખોલે છે.
ગતિમાન સ્વનાં સ્વભાવને ગતિમાં મૂકે છે.
શીખની તરસ જ એ ગતિની દિશાને વધુ સચોટ અને સ્પષ્ટ બનાવે છે.
શિક્ષણથી જો અસ્તિત્વને અલાયદું કરવામાં આવે તો કદાચ થંભતા શ્વાસો જ હાથમાં આવે...
Because he is ignorant, shall he never learn?
In a small fragile seed a great tree lurks,
In a tiny gene a thinking being is shut;
A little element in a little sperm,
It grows and is a conqueror and a sage.
*Savitri
BOOK X: The Book of the Double Twilight
CANTO III: The Debate of Love and Death Pg. 623
શિક્ષિત હ્રદય હંમેશાં મોજીલું હોય છે.
ઠરાવ અને શાણપણ પણ અહીંથી જ આવે છે.
ઠરાવ અને શાણપણ પણ અહીંથી જ આવે છે.
Through life and pain and time and will and death,
Through outer shocks and inner silences
Along the mystic roads of Space and Time
To the experience which all Nature hides.
...
This shalt thou henceforth learn from thy heart-beats.
For ever love, O beautiful slave of God!
O lasso of my rapture's widening noose,
Become my cord of universal love.
The spirit ensnared by thee force to delight
Of creation's oneness sweet and fathomless,
Compelled to embrace my myriad unities
And all my endless forms and divine souls.
*Savitri
BOOK XI: The Book of Everlasting Day
The Soul’s Choice and the Supreme Consummation
Pg. 702
શિક્ષણથી શીખનો રસ્તો દર વ્યક્તિનો પોતીકો હોય છે.
એ શીખ જ્યારે સ્વખોજનો રસ્તો ખોળી આપે ત્યારે શિક્ષણની શરૂઆત પૂરી થાય છે.
પછી, શીખ જરૂરિયાત બની રહે છે...
એ શીખ જ્યારે સ્વખોજનો રસ્તો ખોળી આપે ત્યારે શિક્ષણની શરૂઆત પૂરી થાય છે.
પછી, શીખ જરૂરિયાત બની રહે છે...
પ્રણામ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Ipomoea liberal
Mins libata, Spanish flag
Significance: Learning
Thirst to learn
One of the qualities that facilitate integral progress.
No comments:
Post a Comment