ખુલ્લી આંખે જોયાં,
કેવાં બદલાવ લાવે છે!
સૂક્ષ્મમાં રહી, હે ભગવતી!
અપાર પ્રમાણ આપે છે.
ચીકણા, ઘાટા, સુક્કા પીડતા,
પડદા કેવાં પલટે છે!
મહોરાં ચીરી, ચહેરા
સૌંદર્યમાં મલકાવે છે.
રણ થયેલાં હૈયામાં
કેવાં વહેણ છલકાવે છે!
વાત્સલ્ય બક્ષીસ, મહીં
પોયણાં કૂણાં ઊગાડે છે.
શૂન્યમાં બૂઝાઈ ગયેલાં
ચિત્તને કેવાં પોકારાવે છે!
ઊર્ધ્વેથી ઊતારી જ્ઞાનતંતુ
સત્યસાધક બનાવે છે.
અંધાર ઓઢ્યાં ભીતરને 'મોરલી',
એ તેજ ટકોરે ઊઠાડે છે.
અંતરે બ્રહ્માંડ ભરી એને જયોતિર્મય,
મા જ ઊજાળે છે.
અહીં ઉત્કૃષ્ટ મૂકવાની વાત છે.
સર્વોત્તમમાં પલટવાની વાત છે.
અને એટલે જ વાત છે મા ભગવતીની!
બગડેલાને સુધારી શકે, ઊલટાને સીધું કરી શકે પણ અહીં હજી આગળ વધીને પરિણામને પૂર્ણ કરવાની વાત છે.
સીધાને સત્ય...
સુધારને સમર્થ...
બદલાવને રૂપાંતરિત કરવાની...
જે કંઈપણ કરવામાં આવે તે કાયમી હોય...
ત્યાં પછી કોઈ, એક તસુ પણ બાકી રહેતો જરૂરી અવકાશ ન હોય...
કશુંય અસ્થાયી ધોરણે નથી કે સમયપૂરતું કે થાગડથિગડ તો બિલકુલ નહીં.
અંદરથી અને અંદરુની તાકતવર થવામાં, સક્ષમ થવામાં ફક્ત બરાબર નથી કરવાનું હોતું, સરભર પણ નહીં... પણ લેશ પણ ગૂંજાયેશ છોડ્યા વગર ફળીભૂત થવાનું હોય છે.
એવાં નમનીય, લચીલા, ભીનાં, તત્પર, સક્રિય, સમર્પિત ને ખુલ્લાં કે નવું કંઈ ને કંઈક અંકુરિત થયાં કરે.
હાલી કે ડોલાવી ન જાય, અડીખમ - સ્થાનેથી ચલિત થયાં વગર ધ્યેયને પહોંચી શકાય.
મા ભગવતી બધું જ કરે છે ફક્ત તૈયારી જોઈએ, છેક સુધી જવાની...
અધવચ્ચે ક્યાંયે અટકાવવાની, અધૂરું મૂકવાની વાત નથી. એનો સ્વીકારી પણ નથી.
ભગવતી કૃપા શું નહીં કરી શકે, તો સમાધાન શેને માટે?
There came the gift of a revealing hour:
He saw through depths that reinterpret all,
Limited not now by the dull body's eyes,
New-found through an arch of clear discovery,
This intimation of the world's delight,
This wonder of the divine Artist's make
Carved like a nectar-cup for thirsty gods,
This breathing Scripture of the Eternal's joy,
This net of sweetness woven of aureate fire.
*Savitri
BOOK IV: The Book of Birth and Quest
CANTO III: The Call to the Quest
Pg. 372
એનો હાથ પકડી ભલભલાં જ્ઞાન, સમજ, સત્યોને ઊતારી લાવી જીવવાનાં છે. એમાં જ એની પણ સંમતિ છે.
અંધકાર ફક્ત ભગાડીને નહીં પણ એવી જ્યોત પ્રગટાવવાની કે જે અસ્ખલિત હોય, ચોમેર ફેલાયેલી અને કંઈક કેટલુંય પ્રજ્વળાવતી...
અંધકારથી જ્યોત ને જ્યોતથી અસંખ્ય જ્યોત...
પ્રણામ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Medium Pleander
Oleander, Rosebay
Significance: Turning of Wrong Movements into Right Movements
A Supreme goodwill always ready to be transformed.
No comments:
Post a Comment