કેટલું વ્યસ્ત અસ્તિત્વ!
વ્યક્તિત્વથી કયાંય મગ્ન
વ્યાપ, પર્યાપ્ત, પ્રયુક્ત...
કેટલું સતત આંતર ગ્રસ્ત!
બાહ્યથી કયાંય તીવ્ર ગૂહ્ય
સહજ, સતર્ક, સમક્ષ...
કેટલું સ્વયંભૂ સંતૃપ્ત!
પ્રયત્નથી ક્યાંય પ્રગૂઢ
અનુકૂલ, સંતુલ, પ્રસિદ્ધ...
કેટલું વિસ્તૃત ઊંડુઊર્ધ્વ!
સીમિતથી કયાંય 'મોરલી' મુકત
પ્રવાહી, પ્રમાણ સ્વતઃસ્ફૂર્ત...
વ્યક્તિત્વ અને અસ્તિત્વ...
બન્નેમાં ફરક છે...
ક્ષમતા, વિસ્તાર, આયામ, ભૂમિકા, વર્તાવ, અસરકારકતા, પૃષ્ઠભૂ, વાતાવરણ અને બીજું ઘણું બધું...
શરૂઆત અલબત્ વ્યક્તિત્વથી થાય.
હોય જરૂર એ અસ્તિત્વનો હિસ્સો પણ, દેખીતો એ જ હોય.
સક્રિયતાથી ઘડાયો હોય અને એટલે જ એ ઘડતરમાંથી જ, પછી એની મર્યાદા સમજાઈ હોય છે.
વ્યક્તિત્વ વિવિધ રીતે અને ક્ષેત્રોમાં ઘડી શકાય...પાર્થિવ જગત નરી શક્યતાઓથી ભરેલું છે. એટલે જ વ્યક્તિત્વોનાં યોગદાનથી નભી, ખુલી ને ખીલી પણ રહ્યું છે.
જે તે આંતરિક સંમતિનાં મુદ્દા વિશે, વિશેષ વ્યક્તિત્વ વિકસાવવું એ મનુષ્યની આ જીવનમાં, જાત સાથેની પહેલી હોડ હોય છે. એ ગાળા દરમયાન, સંજોગ દ્વારા સ્વનું પણ ઘડતર થતું હોય છે...
એમ જ કયાંય આગળ પહોંચતાં પહોંચતાં, આંતર તરસ કયાંક કંઈક સવિશેષ માટે સમજાવી જાય છે.
પ્રેમપૂર્વક જતનથી ઊછેરેલ આ વ્યક્તિત્વ ને એનાં પાસાઓ, હજી એ તૃષાને શમાવી નથી શકતાં, ત્યારે નવીન હોડ શરૂ થાય છે...જાતને સ્વાર્પણ કરવાની...
જેમાંથી અસ્તિત્વ સુધી પહોંચાય છે. વ્યક્તિત્વ ભેદીને...
કોઈક માટે વ્યક્તિત્વ અને એની ગતિવિધીઓ ફરી જીવંત થાય છે પણ નવા ઓપ, પ્રભાવ અને કાર્યક્રમ સાથે...એ અસ્તિત્વનું દર્શન કરાવવા માટે હવે સજજ હોય છે.
અસ્તિત્વમાં બધું જ કેન્દ્રિત હોય છે. વિખરાયેલું કે અસ્તવ્યસ્ત નહીં. કયાંય કશું સિધ્ધ નથી કરવાનું હોતું પણ થતું હોય છે. સંપૂર્ણ સ્વ, કે જે હવે કહેવા પૂરતું જ છે, ને ક્યાંક ટીંગાડેલ છે, કયાંક સુરક્ષિત, નિશ્ચિંત સ્થપાયેલ છે, ત્યાંથી સંચાલન ચાલે છે.
પછી તો બહુધા વ્યક્તિત્વો ઊગી ને ઊછરી શકે છે. એ વાતાવરણમાંથી પોષણ ને પૂરણ લઈ, આજુબાજુનાં અથવા તો સંબંધિત કંઈક વ્યક્તિત્વો નભી શકે છે.
એ અસ્તિત્વ પછી ઊર્જાસ્થાન હોય છે, જતનપૂર્વક જવાબદાર...
એને સોંપાયેલ નવીન વેલાને નવજગ આપવાં તત્પર...
Once only registering the heavy tread
Of a blind Power on human littleness,
Life now became a sure approach to God,
Existence a divine experiment
And cosmos the soul's opportunity.
*Savitri CANTO III: The Yoga of the Soul’s Release Pg. 43
વાહ પ્રભુ!
પ્રણામ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Cattleya, Orchid
Significance: The Aim of Existence is Realised
Exist only by and for the Divine.
No comments:
Post a Comment