અંધકારનું ભીતર રૂપાળું
નશ્વર ઈશ્વરને કરવા જૂદારૂ
પ્રકૃતિદત્ત પહેરે આંચળું...
અદ્વૈત અંત: કરવા જાગૃત
અહંકાર, ડર વિવિધ રૂપસું
દેવ ઘડ્યું, ઓઢ્યું મહોરું...
મનુ, દૈવ, દિવ્ય ભિન્ન સ્તરનું
એકથી એક ઊર્ધ્વે ચડિયાતું
તિમિર એ દેતું, પહેલું પગથિયું...
'મોરલી', દિવ્યતત્વ ટોચે બિરાજતું
પૂર્ણત્વમાં અવિભાજીત સઘળું
સમસ્ત સર્વસ્વ સમગ્ર, ત્યાં જ અસ્તુ!
પ્રચલિત કહેવત છે કે,
'પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય!'
અહીં એને પડકાર નથી પણ એક પ્રસ્તુત સત્ય છે કે એને રૂપાંતરિત કરી શકાય છે. ચેતનાનાં એવાં સ્તરે પહોંચી, ત્યાંથી ચૂંટી શકાય છે, અલબત્ એ ગોઠવણ પરમહસ્તક છે પણ આત્માની તૈયારી, ત્યાં સુધી લઈ જઈ શકે છે.
અંધકાર છે એ જ પૂરાવો છે કે વ્યક્તિ હજી પ્રકૃતિદત્ત છે, પ્રકૃતિનાં આટાપાટા, ઊંચાનીચા ચક્કરોમાં એને અટવાવી ને અટકાવી શકે છે.
ડર અને અહંકાર જે એકબીજાનાં સંગતમાં હોય છે, સહુથી મોટાં અને અસરકારક મહોરાં છે.
પ્રકૃતિને પસંદગી અને પ્રાધાન્ય મળે ત્યારે એ ગમે તે તત્વ થકી અંધકાર ઊપસાવી અને ફેલાવી શકે છે. એ સ્તરનાં અને મનોપ્રાણ જગતનાં બધાં જ અજાગૃત તત્વો સહેલાઇથી એને તાબે રહે છે.
કંઈક મેળવેલ છે તો સામે કોઈ લેણદેણ છે અહીં...
કંઈક મેળવેલ છે તો સામે કોઈ લેણદેણ છે અહીં...
દેવસ્થ વિશ્વોમાં આ બધું હજી યોગ્ય ગણાય છે. વિભાજન, પસંદગી, હરીફાઈ, સરખામણી વિગેરે સ્વભાવનાં તત્વો, અહીં પ્રભાવિત છે. એનાં ઊપર જ આગળનાં હિસાબો મંડાય છે.
સર્વોત્તમ દિવ્યતા એ પુરુષ એટલે કે આત્મપ્રદેશનો સ્વભાવ છે. એ દિવ્ય શક્તિ જે, સમસ્તની જનની છે તેની ઊત્પત્તિ છે.
આમ તો, સઘળું એ ત્યાંથી જ છે છતાં આ હજી સીધા સંપર્ક અને પ્રભાવમાં છે. વિખુટું પડેલ નથી. મૂળ સાથેનાં મૂળ હજી મજબૂત છે.
ત્યાં સર્વ કંઈ એક છે અને એ ઐક્યમાં જ છે. દ્વૈતની ઓળખ અહીં નથી. એકતામાં સમત્વ છે અને એમાંથી સૌંદર્ય પણ...
પ્રકૃતિ પણ અંતે તો પુરૂષની જ ને!
પરમાત્માનું સર્જન, આત્માનો સ્વભાવ અને જરૂરિયાત ન જાણે, એવું બને?
This too the supreme Diplomat can use,
He makes our fall a means for greater rise.
For into ignorant Nature's gusty field,
Into the half-ordered chaos of mortal life
The formless Power, the Self of eternal light
Follow in the shadow of the spirit's descent;
The twin duality for ever one
Chooses its home mid the tumults of the sense.
He comes unseen into our darker parts
And, curtained by the darkness, does his work,
A subtle and all-knowing guest and guide,
Till they too feel the need and will to change.
All here must learn to obey a higher law
* Savitri
BOOK I: The Book of Beginnings
CANTO III: The Yoga of the Soul’s Release
Pg. 34-35
બસ! કંઈક સહુલિયત માટે, અંધકારને ક્યાંક કોઈક સ્વરૂપે ગોઠવી દીધો અને પ્રકાશનો અર્થ સમજાવી દીધો...
પ્રકૃતિની નમનીયતાને નમન...
પરમસ્વરૂપા શક્તિને નમન...
એ દરેકનાં મનુષ્યજીવનમાં યોગદાનને નમન...
પ્રણામ પ્રભુ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Commelina
Widow's tears, Dayflower
Significance: First Conscious Reception of the Light in Nature
The origin or starting point of the will to progress. Nature has an instinctive thirst for light.
No comments:
Post a Comment