તારી લીલા ને માયા પચાવું
જોને, આ સોનેરી આભ ખુલે!
સપ્તરંગી વહેળાંઓ વટાવું
જોને, આ સુવર્ણ દ્વાર ખુલે!
તૃપ્તિનાં ઝાંઝવા પલટાવું
જોને, આ સોનમઢી સાંકળ ખુલે!
એષણાંનાં તાંતણા પીછાણું
જોને, આ કનક કમાડ ખુલે!
સ્વની પરિધી વિસ્તારું
જોને, આ હેમ સર્વાંગ ખુલે!
'મોરલી' પ્રીતિ પ્રભુમાં વાળું
જોને, આ કાંચન કૃષ્ણ ખુલે!
હવે તો કૃષ્ણ પણ સોનેરી હશે, કાંચન વર્ણો!
એણે જ તો ભેખ ધર્યો, તપ કર્યા...
પુરાણોમાં વર્ણવેલાં...
જે એ સમયની માંગ હશે.
એ યુગ પણ તો ક્યારનો પૂર્ણ થયો.
જ્યારે એણે ગીતાજીને વિસ્તાર્યાં...
દેવો -દેવીઓનાં દૈવીલોકમાંથી મનુષ્યજાતને આગળ વધવા સંમતિ આપી અને એમને એની ક્ષમતા દેખાડી...
આ દિવ્યસૃષ્ટિમાં શ્રી કૃષ્ણ પણ સુવર્ણે રંગાયેલાં છે. ભૂરી આભામાં એ દર્શન દેતાં અને ઓળખાતાં...એ તો એ સમયની સૃષ્ટિ તત્વ ચેતનાને પ્રતિબિંબિત કરતાં હતાં.
અજ્ઞાલોકનાં ભૂરાં આવર્તનો અને ત્યાંની ઊર્જા પણ હવે ઘણે અંશે રૂપાંતરિત થઈ ચાલ્યાં છે. બુદ્ધિતત્વ જાગૃત થઈ યોગ્ય સંનિધિમાં છે. એનાં સંનિષ્ઠ સમર્પણથી જ,
એને ઊર્ધ્વે બિરાજીત સોનપ્રદેશ વિસ્તરીને એને આવરી રહ્યો છે...
એ સમય દૂર નથી જ્યારે ફક્ત હેમ-હ્રદયો જન્મ ધરશે. એમનાં સોને ધર્યાં પ્રકાશથી દિવ્યતામાં જીવશે અને દિવ્ય અસ્તિત્વોની જ સૃષ્ટિ હશે.
દિવ્ય પ્રભુ...ધન્ય પ્રભુ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Clitoria ternatea
Blue pea, Blue vine, Butterfly pea, Pigeon wings
Significance: Krishna's Light in the Senses
A first step towards transformation
No comments:
Post a Comment