Sunday, 2 April 2017

ક્યાંક વેશ કયાંક પ્રદુષક...


ક્યાંક વેશ કયાંક પ્રદુષક
કયાંક વિશેષ કયાંક વિદુષક
આ જીવન છે તો પણ નિષ્પક્ષ...

કયાંક દ્વેષ ક્યાંક ઊપદેષક
કયાંક નિ:શેષ કયાંક વિશ્લેષક
આ જીવન છે તો પણ ઉત્કર્ષ...

કયાંક શેષ કયાંક પ્રવેષક
કયાંક કલેશ કયાંક નિષ્કર્ષ 
આ જીવન છે તો પણ પ્રેરક...

'મોરલી' કહે, કંઈ ને કંઈ રહે નિઃશંક
કયાંક કંઈથી, ન કોઈ વિધ્વંસ 
લઈ લક્ષ, બન તું દર્શક-નિર્દેશક...



"ઊઠ જાગ મુસાફિર, ભોર હુઈ"
જાગ્રત જ રહેવાનું છે. નિંદ્રા પણ સ્વસ્થ, સજાગ ચિત્તે લેવાની છે. આરામ છે પણ સામે લક્ષવેધી છે. ઈન્દ્રિયોમાં સુષ્કતા કે સુપ્તતા નથી. ત્વરા છે, તીવ્રતા છે, તડપ છે ને તીતીક્ષા પણ છે પણ અભિમુખ કરેલી...

કારણ, વિદિત છે કે અહીં સર્વ કંઈ છે. કોઈપણ શ્રેણીનું ગણો કે મૂકો સર્વ એક નકકી ધ્યેયમાંનું જ છે.દરેકની પાછળ એનું યોગ્ય સ્થાન, સંદર્ભ અને સમજ છે અને એનું કારણ છે...

This world was not built with random bricks of Chance,
A blind god is not destiny's architect; 
A conscious power has drawn the plan of life, 
There is a meaning in each curve and line. 
It is an architecture high and grand
Savitri BOOK VI: The Book of Fate pg. 459-460

છતાં અહીં બે છેડા નિશ્ચિત છે...

એક તો, કે જીવન છે, મળ્યું છે, મહામૂલું છે, સમજાઈ ગયું છે.
અને બીજું, આ જ છે, જે પણ કંઈ છે એ અહીં જ છે, જેવું કંઈ પણ...પણ અહીં, આ જ જીવનમાં છે તો,
એ જ પરિણામ છે અને હવે લક્ષ પણ...

બે શક્યતાઓ આગળ ઊપર પણ એનો પ્રભાવ રાખશે...
દર્શક બનવું અને કયાંતો નિર્દેશક,
પણ આ બન્ને ભૂમિકા સ્વરૂપે...
ઈન્દ્રિયો અર્પણ અને વ્યક્તિ કર્તવ્ય-કરણ...


પૂર્વે પ્રકાશિત પંક્તિઓમાંથી ટાંકુ તો,

ફરીયાદ નથી કોઈ તાક નથી,
હરતું ફરતું રમતું છે.
આ જીવન તારે ચરણે ધરી,
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે

ન ગૂંથવું કંઈ ન વાળવું કંઈ,
પોત મલમલી લીસું છે.
આ જીવન તારે ખોળે કરી,
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે

અવશેષ નથી કંઈ શેષ નથી,
અત્ર તત્ર સર્વત્ર છે.
આ જીવન તારે તેજે ભળી,
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે.

તેં, ભરપૂર ભરી, અણુ કણુ દિપ્તી,
ચૈત્યતત્વ જ સર્વસ્વ છે.
‘મોરલી’ જીવન, તારે ઊંબરે ઝૂકી,
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે.
*ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૫

તો પછી,
જિંદગી, અદભૂત દર્પણ...

ગજબનો જીવન રચયિતા છું પ્રભુ તું!

પ્રણામ...

- મોરલી પંડ્યા 
માર્ચ,૨૦૧

Flower Name: Episcia cupreta
Flame violet
Significance: Will Manifested in Life
Concentrated and precise.

No comments:

Post a Comment