ફક્ત એ જ, હજીય અચંબિત કરે છે.
કંઈજ ન હોય એમાંથી કેવું રમતું પ્રગટે છે!
સપાટ, સ્થિર, સમથળ કરી સૂચવે છે
કેવું એમાંથી ખળખળતું ઊપસાવી મૂકે છે!
સત્ય કહેણ કેવું આમ ક્ષણમાં ઊતરે છે
"હું જ છું" - આનાથી કેવું આગવું કહે છે!
"આ જ કાર્ય છે તારું" - ઘડીકમાં સોંપે છે
હાજરીનો પુરાવો કેવો આલ્હાદક રોપે છે!
"જવા દે આગળ, પંડને ક્યાં રોકે છે?
તું નહીં, મારાં થકી જગને પહોંચે છે."
"નિર્મિત હતું, તે કર્યું. આમાં તું ક્યાં જીવે છે?
હતી, છે, હશે મારાથી, 'મોરલી' ખાલી બારી ખોલે છે."
પ્રભુ... ઓ પ્રભુ...શતશત દંડવત...
સત્ય ચિરંજીવી છે.
અમરત્વ એનાં મૂળે છે.
જે નશ્વર છે એ સત્ય નથી.
સત્ય શાશ્વતી છે.
અમર્યાદ અને સદાકાળ છે.
જે મન-મઢ્યું છે એ સત્ય નથી.
સત્ય સર્વસ્વરૂપી છે.
સમસ્ત ને સમગ્ર સ્વામિની છે.
જે અપૂર્ણ છે એ સત્ય નથી.
એટલે જ એ ભિન્નતા ને વિવિધતામાં જીવંત છે.
All the great Words that toiled to express the One
Were lifted into an absoluteness of light,
An ever-burning Revelation's fire
And the immortality of the eternal Voice.
*Savitri
BOOK I: The Book of Beginnings
CANTO V: The Yoga of the Spirit’s Freedom and Greatness
Pg. 90
છેદ અને સ્ફૂરણમાં એનું પ્રાગટ્ય છે. શબ્દ વાકતત્વ લઈને અભિવ્યક્તિનું રૂપ ધરે ત્યારે અમર સત્ય જ ગવાતું હોય છે.
ધારક, ધારણા, એનો વહાવ અને એનું સ્પંદિત સ્ફૂરણ બધું જ સત્યદત્ત છે.
એટલે જ એ હ્રદય ઊંડે સુધી પ્રવેશી શકે છે. જયાં જયાં સ્પર્શ મેળવે ત્યાં ત્યાં પછી એ અમરત્વમાં જીવંત રહે છે. આનંદ અને સંવાદિતાનો પ્રવાહ છલકતો અને વહેંચાતો, વિસ્તરતો અને ખુલતો રાખે છે.
In an outbreak of the might of secret Spirit,
In Life and Matter's answer of delight,
Some face of deathless beauty could be caught
That gave immortality to a moment's joy,
Some word that could incarnate highest Truth
Leaped out from a chance tension of the soul,
Some hue of the Absolute could fall on life,
Some glory of knowledge and intuitive sight,
Some passion of the rapturous heart of Love.
*Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO VI: The Kingdoms and Godheads of the Greater Life
Pg. 175, 176
કાળ સાથે શબ્દસદાકાળ...
આત્માની સંચિત મૂડી...કોઈક જન્મોની ચાલી આવતી રહે છે જે વહેંચીને ઊછેરવાની હોય છે.
પ્રણામ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Celosia argentea
Feathered amarnath
Significance: Attempt towards Immortality
Persistent and coordinated.
Immortality in its fundamental sense does not mean merely some kind of personal survival of the bodily death; we are immortal by the eternity of our self-existence without beginning or end, beyond the whole succession of physical births and deaths through which we pass, beyond the alternation of our existence in this and other worlds :the spirit's timeless existence is the true immortality. SA
No comments:
Post a Comment