ઉર્ધ્વમાં ઊઠે ભીતર;
ઓજસ ઓજસ કુણુ મીઠુ શીતળ કશુંક ફેલાય,
ધરપત સાથે ઠોસ કશુંક મુખ પર સ્મિત થઈ રેલાય.....
સત્સંગમાં સતત એ ભીતર;
ક્ષણિક ક્ષણિક સ્પષ્ટ ચોખ્ખુ મૃદુ કશુંક સમજાય,
શાણપણ સાથે ઠોસ કશુંક મુખ પર સ્મિત થઈ રેલાય.....
મતી ખુલ્લી ને ભીનું
ભીતર;
આભાર! કૃપા તારી, વિનમ્ર થઇ ઝુકે ‘મોરલી’ ને
શાંતિ સાથે ઠોસ કશુંક મુખ પર સ્મિત થઈ રેલાય.....
-
મોરલી પંડયા
જાન્યુઆરી
૧૩, ૨૦૧૪
No comments:
Post a Comment