સ્વ જ્યારે જાગ્રત થાય, અસ્તિત્વમાં મોટી હલચલ થાય, બુદ્ધિ શૂન્યમનસ્ક ને ખાલી
થાય,
બધાય ભાગો સ્વતંત્ર અનુભવાય, પ્રત્યેક વચ્ચે હાજરી અને મંજુરી માટે હોડ થાય,
વ્યક્તિ સમયથી પાછો થાય, અહંની સીમિતતાનો એહસાસ થાય,
ક્ષમતાની મર્યાદાનો અફસોસ થાય, ભૂતકાળની ભૂલો ને ભાવિ ધૂંધળું દેખાય,
ઝઝૂમે-હારે-થાકે ને હ્દયમાંથી પોકાર થાય, વ્યક્તિએ વ્યક્તિએ એ અવધિ બદલાય,
પ્રભુની પણ ધીરજનો અંત થાય, એ ટેકો કરે ને માણસ બેઠો થાય,
શૂન્યમાંથી નવી ચેતનાનું સર્જન થાય, રાખમાંથી જાણે ફિનીક્ષ પક્ષી જીવતું
થાય,
જ્ઞાન-સમજના દ્વાર ખુલતા જાય, સમય સાથે માણસ સંભાળાતો જાય,
મન, હ્દય, પ્રાણ, શરીર લયબદ્ધ થાય ને વિચાર, વાણી, વર્તન એકધાર થાય,
જ્ઞાન-સમજના દ્વાર ખુલતા જાય, સ્વયં અને પરમ માં વિશ્વાસ કરતો થાય,
એમ અનુભવના આધારે માણસ સજાગ રહી શીખતો થાય,
પરમપ્રભુના સથવારે મનુષ્યધર્મ જીવનધર્મ બજાવતો થાય,
આને કોઈ અજાણ હાર કહે તો એમ બાકી એ પછી જ ‘મોરલી’
એ પોતાના સ્વ માં ચોખ્ખું, સાચુકલું જીવતો થાય.
-
મોરલી પંડયા
જાન્યુઆરી ૧૮, ૨૦૧૪
No comments:
Post a Comment