પ્રભુ, અંશ તમારો
હવે બાહર અંદર બસ! સર્વત્ર જીવે,
વિસ્તરી વિસ્તરી ને સતત, એ ચારેબાજુ
સમુદ્ર જેમ લહેરે…
સ્ફૂરણાના ફુવારા છેક ઊંડેથી પ્રકાશ લઈ નીકળે,
મસ્તિષ્કસ્થાને વિભાજીત એ, બેતરફ ઉપર-નીચે ગોળ પરિઘમાં ઘૂમે...
કશુંય ન લાગતું વંચિત હવે, આ સ્વરૂપ ક્યાં છે જીવે?
તું સાથ કે હું સાથ! એમાં ક્યાંય - કોઇ ફરક
ન નીકળે…
બધુંય એક જ! બિન-આકાર! આ વ્યક્તિની
અંદર વસે,
ક્યાંથી આરંભ ક્યાં અંત! ફક્ત એક ધોધ સમુચય વહે…
આનંદ નીરવ, ખુલ્લા
વહેણનો! ક્યાં ખબર ક્યાંથી પ્રવેશે?
અંદર-બહાર બધુંય હવે ફક્ત દિવ્ય પ્રવાહમય! ભળે, વહે, ને દીપી ઉઠે...
મોરલી ના પ્રણામ!
-
મોરલી પંડયા
જાન્યુઆરી ૩૧, ૨૦૧૪
No comments:
Post a Comment