ઘડીક ખમ્મા કરો મા! મારે તો
તમે જ સહુથી પહેલા છો!
આ જે કોઈ વ્યક્તિ-ભૂમિકા છે તે પણ તો તમથીજ તમે જ છો!
આ જે કંઇક સતત કરાય છે તે તમ આગળ ગૌણ,
પણ પ્રમાણ તુજનો ને તમ અંશ જ છો…
હર ઘડી મમ ફરજ હર્ષભરી
પણ વીતી ઘડી તમથી તમ ગર્વ જ છો,
આસ્વરુપ સાથે બંધાયેલું સર્વ તમ પરિણામ,
એમાં જેટલું દઉં એટલો તમ રૂણ સહિત સાથ જ છો...
આ બે હાથે પકડાવો બંને! એ તમે જ છો,
સંસારકર્મ કરતાં થાતો બે હાથે પ્રભુધર્મ,
આ આખુંય માણસ મન-બુદ્ધિ-તન ને એના હ્દયમહી તમથી તમે જછો…
ને તમે જ સહુથી
સવિશેષ ને સર્વશ્રેષ્ઠ! મા!
ને છતાંયે ‘મોરલી’ ને સર્વસ્વમાં જીવંત
તમે જ છો!
નતમસ્તક આભાર!
-
મોરલી પંડયા
જાન્યુઆરી ૨૮, ૨૦૧૪
No comments:
Post a Comment