જીવન પળ પળ પર્વ જ્યાં સદૈવ સ્પર્શ હોય લાગણીનો,
આજ, રોજ કે
મળો વર્ષવહાણે જ્યાં તંતુ છે પ્રેમભાવનો
ત્યાં પળ પળ વસે સમન્વય લાગણીનો...
આ કરો, તે કરો કે કરો કંઈપણ,
જ્યાં લેવડ દેવડ છે દરકારની
ત્યાં પળ પળ રહે સંભાળ સ્નેહથી…
સંજોગ કે વ્યક્તિ બદલાય; બને આ કે તે કે ગમેતે
જ્યાં એકબીજાને સમજ છે સમજવા-સમાવવાની
ત્યાં પળ પળ રહે જાળવણી સંપની…
જ્યાં પ્રેમ પ્રભુ તરફ વળે, સ્મરણ સ્ફુરે ને સાથે અર્પણ થાય
ત્યાં બધા જ પ્રેમ પ્રકારો નવા ઊંડાણથી વિસ્તરે
વ્યક્તિ કે વર્તનથી ન બદલાય
ભાવ
ત્યાં પળ પળ ટકે પછી ‘મોરલી’ શુધ્ધ
સ્થિર આત્મીયભાવ…
-
મોરલી પંડયા
જાન્યુઆરી ૨૫, ૨૦૧૪
No comments:
Post a Comment