મા! આ ભ્રમ કયાં છે..
આંખ મીંચુ તો હ્રદયમા પ્રસરેલા અદ્રશ્ય જગત માં તારો સંચાર,
આંખ ખોલુ તો મગજમા પ્રવેશતા ઈન્દ્રિય જગત માં પોતીકો સંસાર, 
આંખ પલકાવી સ્થિર થાઉં - તો આ હું
જ હોઉં,
આ પલકઝપકની ક્ષણોમાં અનુભવુ ત્રણેય સાથ-સાથે....પછી આ ભ્રમ કયાં છે..
આંખ મીંચુને સહજ પ્રગટે તમ પ્રતિ આભાર-કૃતાર્થ, 
ખુલી આંખે ઊમટે પ્રિયજનો પ્રતિ હેત - દરકાર, 
ક્ષણ અટકી; બહાર થઈ; જોઉં - તો આ હું
જ હોઉં,   
આ પલકઝપકની ક્ષણોમાં અનુભવુ ત્રણેય એક સરખું..પછી આ ભ્રમ કયાં છે..
મા, તમારાથી
જ તો આ સંસાર; સંસાર થકી તમારો સાથ-સંગાથ;
મારે તો બસ બધુંય સાંગોપાંગ, 
જો તું; સંસાર, અને એમાંય હું  હોઉં  
આ પલકઝપકની ક્ષણોમાં અનુભવુ ત્રણેય યોગ્ય-યથાર્થ...પછી આ ભ્રમ કયાં છે..
હા, આ તો સત્ય
નો પ્રવાહ છે! પરમશક્તિનો
પ્રભાવ છે! 
જગતજનનીમાના શરણનો પ્રસાદ છે! વિશ્વેશ્વરીનો પ્રેમ અને આશીર્વાદ છે!
તો લો મા! સમર્પણ, આભાર સહ ‘મોરલી’ ના તમોને
પ્રણામ છે....
-        
મોરલી પંડયા 
              જાન્યુઆરી
૯, ૨૦૧૪
No comments:
Post a Comment