મા, તમને ખબર
છે આ શબ્દોની શું કમાલ છે?
પદ્યમાં તત્વનું જ્ઞાન ભરી પીરસાવાય છે!
લખનાર અને વાંચનાર બંનેને સાચા-સૂચક અનુભવાય છે!
મા, આ શબ્દોની
એવી તો કમાલ છે!
મનમાં હાશ! અને દિલમાં જોશ ભરી જાય છે,
સર્વને તારી કૃપાનો આ સ્વાદ મીઠો અનુભવાય છે…
એ એવા હળવા, પારદર્શક
ને ધારદાર નીકળે છે કે
પચાવનારને ભાર વિહીન; ને તમ
ચરણોમાં વિશ્વાસ અનુભવાય છે…
એની ગોઠવણમાં પણ પ્રભુના દર્શન થાય છે,
જીવન કર્મ ને પ્રભુકરણ
માં માનવ-વલણનો માર્ગ અનુભવાય છે…
બીજું તો શું મા! પણ આ શબ્દો થકી,
તવ કૃપા ભીંજતી રહે અને સામો ‘મોરલી’ માને સમર્પણ
સહ આભાર!
આમ અરસપરસનો વ્યવહાર અનુભવાય
છે…
- મોરલી પંડયા
જાન્યુઆરી ૨૦, ૨૦૧૪
No comments:
Post a Comment