મમ ઊરે પ્રગટ્યા મા, આરત ધરી વધાવું
આ જીવન ઉત્સવ બન્યું, હું અર્પણ કરી એ માણું
મમ અંત:કરણ મહી જ્યોત બની ઉજાળ્યો પથ-કાજ,
રાગ-દ્વેષ ભૂત-ભવિષ્ય સંકેલી ‘અત્ર’ પ્રગટે
દિન-રાત....
મમ સભાનતા જે સજાગ થઈ તો સતત રહે તમ સંગ સંવાદ,
સ્નેહ-સહમત વધે સહુ સંગ રહે શાંતિ નિતાંત......
મમ ઊરે પ્રગટ્યા મા, આરત ધરી વધાવું
જીવન ઉત્સવ બન્યું ‘મોરલી’, અર્પણ
કરી એ માણે.......
-
મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧, ૨૦૧૪
No comments:
Post a Comment