આજે એક નિતનવો દિવસ ઉગ્યો,
મકરસંક્રાન્તિનો પ્રકાશ લઈ સૂરજ
પૃથ્વી તરફ ઝૂક્યો....
જ્ઞાન-વિજ્ઞાન-તત્વજ્ઞાન બધાયમાં સૂર્ય સ્થાન,
પ્રભુના આ પ્રદેશમાં વિશિષ્ટ રહ્યું છે તમ યોગદાન...
તમ ઉદયથી કંઇક જીવમાં દિવસની આશ જાગે,
તમ અસ્તથી કંઇક મનમાં સવારની રાહ સૂઝે....
તમ તડકો-છાંયડો કંઇકને બને પ્રેરણાનો સ્ત્રોત,
રાત વિતશે ને ફાટશે પહોર - ને એ પર કંઇક ટકે મનોમન...
ઉજવાશે ઉત્સવ આજ વિશ્વભરમાં;
પ્રાથું સૂર્યદેવ તમને આ પલકભરમાં, કે
હર વાણીમાં તેજની ધાર વસે,
હર દ્રષ્ટિમાં ઊજળીયાતું આકાશ દિસે,
હર મતીમાં સપ્તરંગી આભ ઉગે,
હર અંતરમાં ઓજસના દ્વાર ખુલે,
હર જીવનને સૂર્યપ્રકાશિત માર્ગ મળે,
પ્રાર્થે સૂર્યદેવ તમને આ પલકભરમાં ને
પ્રણામ કરે મોરલી! તમને આ
અસ્તિત્વના..
-
મોરલી પંડયા
જાન્યુઆરી ૧૪, ૨૦૧૪
No comments:
Post a Comment