પ્રભુ, તમે આ પંચતત્વોનો
અનંત ભંડાર દઈ
માનવજન્ય પર ઉપકાર કીધો,
અમૂલખ કંઈક આવા ગૂઢ જ્ઞાન-ભાવને ગીતા-વેદમાં સંઘરી નવ પેઢીને
માર્ગ દીધો...
જળ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી
મહી સમસ્ત સંસારને
સ્થૂળજીવનમાં આધાર દીધો,
કેમનો માણસ છીપે,
શ્વસે, ટકે, દિસે ને
સ્થાયી થાત જો આ અમાપ
કુદરત ન હોત હાથ?
નમન છે! આ પૃથ્વી
કેરા ભારતવર્ષની
આધ્યાત્મસરણી ને
અને ૠષિ-યોગીઓને કે જેણે આ જ્ઞાન-ભાવાર્થને પરિમાણીત કીધો…
નમન છે! હિંદના બાપુ, સુભાષ, ભગતસિંગ
કે એવા અનેકોને કે જેનો ભિન્ન
ને વિપરીત માર્ગ,
છતાંયે દેશહિત માટે લડત થકી આધ્યાત્મયોગ
જ કીધો!…
નમન છે! શ્રી અરવિંદને, ભવિષ્યકથન-સત્યદર્શન
આપી દેશને સહુ સંગે સ્વતંત્ર કરી દીધો...
આ દેશકાજે જનભાવિ માટે લક્ષ જીવી, એ સહુએ પોતાના જીવનથી વિશ્વનો ઈતિહાસ ભરી દીધો…
નમન છે! એ વિસ્તરતી ચેતનાને! જીવનયોગને! કર્મયોગીઓને!
કે તમે આચરેલું, જનગણમાં ઊગી નીકળજો!
કે તમે સેવેલું, હર બાળ-યુવાન
જીવી ઊઠજો!
કે આજે આ દાયકાઓ જૂના દેશ-સ્વાતંત્ર્યને, એ સ્વપ્નોનું મૌલિક સ્વરાજ બક્ષી દેજો!
પ્રાર્થે ‘મોરલી’ નતમસ્તક પ્રભુ!, આજ દિને માતૃભૂમિમાં નવતર યુગના
મંડાણ ગાડી દેજો!
-
મોરલી પંડયા
જાન્યુઆરી ૨૬, ૨૦૧૪
No comments:
Post a Comment