મા, શું મારું
ને શું તારું,
આ તો સર્વ તારું જ દીધેલું,
શું છે રૂપ ને શું છે કુરૂપ,
તારી નજરે તો માત્ર એક પ્રેમસ્વરૂપ,
કોણ છે ધનિક અને નિર્ધન,
તારા સંગે સર્વસંપન્ન,
શું છે સુખ ને શું છે દુ:ખ,
તારા વિશ્વાસે ચાલે સહુ સુખરૂપ,
શું છે અંધકાર ને શું છે પ્રકાશ,
તારા આશિર્વાદમાં છે દિવ્ય સત્યનો ઊજાસ,
શું છે આધિ-વ્યાધિ ને ઉપાધિ,
તારા સ્પર્શે ઓગળી ગઈ સારી,
છોડીયે હવે સ્વ,
ત્વ અને મમત્વ,
બસ! પ્રેમથી
કરીએ તને અર્પણ, સમર્પણ!
-
મોના ઠક્કર
જાન્યુઆરી ૨૮,
૨૦૧૪
No comments:
Post a Comment