આ આયખુ આપીને તમે તો મતી સાથે ભક્તિ દીધી,
એમાં આ જીવડો મૂકીને એને તમે તો મુક્તિ દીધી...
આ રગશિયા માહ્લલાં ને તમે તો દિશા દીધી,
એમાં દોરીસંચાર કરીને તમે તો એને વણ-ભીતી કીધી...
આ ભીંસાતા અંતરને તમે તો મોકળાશ દીધી,
એ સાથે પ્રભુની શાંતિ, સમતા, સ્થિરતા
ને નીરવતા દીધી...
આ આત્માને તમે ક્યાં ફક્ત જીવન-અવધિ દીધી!
એને ઉડવાને પાંખો સાથે ફુલ કેરી સુગંધ દઈ અંકુરીત કરી દીધી...
લો આતો ‘મોરલી’ ને સદાય
તમારા ચરણોમાં નમતી કરી દીધી પ્રભુ!સહર્ષ આભાર!...
-
મોરલી પંડયા
જાન્યુઆરી ૨૦, ૨૦૧૪
No comments:
Post a Comment