મા, આપણે બે ! આમ જ અકબંધ !
જન્મોજન્મ રહે એકજૂથ આ અનુબંધ….
આપણો તો એકબીજાના સાથીનો
સંબંધ,
અરસપરસનું આ અવલંબન રહે જીવનપર્યંત….
આનો અમલ પણ તારી જ મોટી રમત,
પરસ્પરના આધારનો થતો રહે પ્રબંધ….
એકનિષ્ઠ છીએ તો ક્યાં રહે ઉલ્લંઘન,
આ જન્મમાં થોડો થયો છે આ ગઠબંધનનો આરંભ...
હવે નિશ્ચિંત થઈ ‘મોરલી’; કરે તમને
નમન, વંદન,
આભાર સાથે આ બધુંએ લો! તમને અર્પણ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી
૧૦, ૨૦૧૪
No comments:
Post a Comment