મેં તો એક જ્યોત જલાવી તારા મંદિરમાં,
ને તેં તો પ્રકાશ ભરી દીધો કણકણમાં!
મેં તો ધૂપ-અગરબત્તી કર્યા આ દિવ્ય સ્થાનમાં,
ને તેં તો અંધકાર સમાવી દીધો તારા ઉરમાં!
મેં તો ફૂલ ચડાવ્યા તારા ચરણોમાં,
ને તેં તો સુવાસ ભરી દીધી સમગ્ર જીવનમાં!
મેં તો પ્રસાદ ધરાવ્યો તને પ્રેમભાવમાં,
ને તેં તો સંતોષ ભરી દીધો અમારા તનમનમાં!
મા, તને નતમસ્તક
નમી નિરખું હું અહોભાવમાં,
ક્યાં અવસર મળે છે આવો ઘડીઘડીમાં!
તો આવો પ્રાર્થીએ સહુ એકસાથમાં, એકસુરમાં!
-
મોના ઠક્કર
જાન્યુઆરી ૨૩, ૨૦૧૪
No comments:
Post a Comment