શક્ય નથી પ્રભુકૃપા
વગર, શાંતિ વસવી,
ક્યારેય લૂંટાતી નથી સ્થાપિત થઈ પછી!
ઘર કરી શકતી નથી
એ, મથતાં મનથી કદાપી,
સ્પર્શતી નથી, ગણગણતી મતિ પણ એને પછી!
કોઈ ખતરો નથી જ્યાં
છે એ પ્રભુમરજીથી બેઠી,
ભંગ કરવાનો ગમે તેટલો હોય ઈરાદો કે વૃત્તિ પછી!
રોકી કોઈ શકતું
નથી જ્યાં એકવાર હ્રદયે વસી,
છૂટતી નથી સ્વરૂપથી, હોય ગમે તે પરિસ્થિતી પછી!
કશાયની તોલે મૂલવાતી
નથી એ હાશકારી સ્થિતી,
પહેલાં જેવી ક્યાં રહે છે સંસાર દ્રષ્ટિ પછી!
ક્યારેય સમજાતું
નથી જીવનમુલ્ય પહેલાં આવું કદી,
ને કશુંય સમજવાનું રહેતું નથી, 'મોરલી' એ પછી!
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૨૪, ૨૦૧૫
|
No comments:
Post a Comment