Tuesday, 7 April 2015

જણ નથી કે નથી ધડ...


જણ નથી કે નથી ધડ,
ન મથતી મતિ કે મન,
ફક્ત હૈયે ઊગતો રવિ
ને ચેતના ઠારતો શશી છે.

ન અવરોધ કે રહ્યો આડંબર,
ફક્ત કોષે કોષે ખીલતો,
ધરપત ને ધારણ સહિત,
દૂર કોસો અજવાળતો છે.

ન રહ્યું ખેંચાણ કે ભ્રમિતભાન,
ફક્ત ઘૂંટ તેજનો ગ્રસતો,
માકૃપા આચ્છાદન મધ્યે,
તસુ તસુ, વિસ્તરતો છે.

ફક્ત હૈયે ઊગતો રવિ 'મોરલી' 
ને ચેતના ઠારતો શશી છે.

-         મોરલી પંડ્યા
એપ્રિલ , ૨૦૧૫


No comments:

Post a Comment