અંકાતાં સમયને
આપો સમય!
વિવિધ રૂપ-રીત-સ્તર-માધ્યમનો!
ભલે જીવે સમય, એનો સમય...
રેત કે કાંટાનો પહેલો!
માપદંડ માપતો-સરકતો-ઘૂમતો!
ભલે જીવે સમય, એમાં સમય...
ઈતિહાસ જીવતો
બીજો!
વિગત-વિધીમાં ઘૂમાવતો-પકડતો!
ભલે જીવે સમય, એ રીતનો સમય...
સજાગ મનનો
ત્રીજો 'મોરલી'!
વિક્ષુબ્ધ સાધન, અવશ આધાર દેતો!
પછી ભલને જીવ્યા કરે સમય, એનો સમય...
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૧૫, ૨૦૧૫
|
No comments:
Post a Comment