મા...
સર્વસ્વ તારી
દેખરેખ,
આ પળેપળ! એકોએક!
ટેવ, ટેક, નેક; ન કંઈ શ્લેષ
ને સર્વ આવરિત, સંપૂર્ણ છેક!
ભવ-સ્વરૂપ
તવ ચરણે,
પછી ન ઢેર, ભેખ કે ભેદ!
ઊર્ધ્વચેતના વિસ્તરે ઠેઠ
ને ભૂમિ નર્યું કર્મક્ષેત્ર!
જીવન ઝીલે
રવિતેજ,
ન ખૂણો, ઊણો કે નિસ્તેજ!
પ્રકાશે સઘળું શુદ્ધ શ્વેત
ને 'મોરલી' મા-ખોળે હેમખેમ!
સર્વસ્વ તારી
જ દેખરેખ, મા!
આ પળેપળ! એકોએક!
- મોરલી પંડ્યા
એપ્રિલ ૬, ૨૦૧૫
|
No comments:
Post a Comment