Saturday, 18 April 2015

"થાક્યો-હાર્યો-કંટાળ્યો"...


"થાક્યો-હાર્યો-કંટાળ્યો"
ભાવ મહીંથી આવતો, 
માનજો એ પ્રાણ અહંભર્યો
છે શબ્દો બોલાવતો!

ક્યાંક કંઈક મોટા સ્તરનો, 
અહંકાર છે ઘવાયો! 
સમજમાં નથી હજી કે 
મારો જ પ્રાણ છે નંદવાયો!

જાત મંજૂરી મળી એને 
એટલે બંડ છે પોકાર્યો! 
યેનકેન પ્રકારે, જીવને 
હાવી થવા છે મથતો!

એ ખોખલું રુદન, સ્વસ્થ 
ઊછરેલો આત્મા છે પિછાણતો! 
ફેકતો શોધી છૂંદીઅહંને ને 
પ્રાણમાં સ્વાસ્થ્ય ભરતો!

અનુમતિ; હ્રદયમાં ને પ્રભુપ્રેમમાં, 
જે જણ એ બળ છે, જાણતો, 
ફરિયાદઆત્મતત્વ વિપરીત! 
તો હંમેશ સ્થિર પ્રગતિ પામતો!

જ્યાં ઉદ્દેશ જ દિવ્ય-કાર્યો 
ત્યાં મન-પ્રાણ ક્યાં નવરો? 
સર્વ કંઈ લક્ષ્યભેદ તાકતો  ને 
'મોરલી' હર દમ બસ! સરવાળો...

-         મોરલી પંડ્યા
એપ્રિલ ૧૮, ૨૦૧૫



No comments:

Post a Comment