Monday, 20 April 2015

ખરાં અંતર...



ખરાં અંતર મનનાં લાગે
જો મનભેદમાં જકડાયાં તો!
પડોશી પણ જોજનો દૂર
જો પૂર્વગ્રહની પકડ હોય તો!

મીઠાં વચન ધારદાર લાગે
જો વ્યંગથી છોડાયાં તો!
કાઠાકહેણ પણ સૂર દૂર
જો દરકાર ભરેલ હોય તો!

સંબંધમાં હળવાશ લાગે
જો સમન્વય અન્યોન્ય તો!
સંભાળ પણ ઠાલી ખાલી ક્રૂર
જો અવિશ્વાસ લપેટી આવે તો!

આ જીવન બહુ ટૂંકું લાગે 'મોરલી'
જો હ્લદયથી જીવાય તો!
ચંન્દ્રયાત્રી પણ ડગલું દૂર 
જો લાગણીથી સંધાયાં હોય તો!

- મોરલી પંડ્યા
એપ્રિલ ૨૦, ૨૦૧૫

 

No comments:

Post a Comment