Wednesday, 1 April 2015

રાખજો હાથ પકડી...



રાખજો હાથ પકડી, મા!
ન ખોવાશોઅહીંતહીં.
આંખે સંસારપટ્ટી હજી,
એકલી કેટલી વાર શોધીશ?

ફરજથી જ ચાલવુંમા!
ભલે તેં સમજ દીધી,
એ ક્યાંકેટલી વધેઘટે
એકલી કેટલો હિસાબ રાખીશ?

સાથ છૂટવો હવે ભારે, મા!
બંન્નેને નુકસાન ભારી.
આપણું તો અરસપરસનું,
એકલી થોડી પહોંચી વળીશ?

બસ! આમ જ સાથસાથે, મા!
સાથી સાચ્ચાં નિષ્ઠા ભરી.
આવતું-જતું અન્યોન્ય મજબૂત,
એકલી થોડી?, મા સજોડી 'મોરલી'!

- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૫

No comments:

Post a Comment