Thursday, 9 April 2015

કોઇનું અંતર મેલું...



પ્રભુ... પ્રભુ

કોઇનું અંતર મેલું, તો એ એણે જોવાનું.
ભૂસી, ઘસીને સાફ, એણે જ કરવાનું.

કોઇ કોઇને કનડે, તો વળતું એજ મળવાનું.
બધું જમા ઊધાર, અહીં જ પતવાનું.

બીજાનું બગાડવું, લેવાદેવા વગર, ગમાડવું,
ગોળ ફરીને વળતું,પોતાને જ ધરવાને થવાનું.

વિભાજન દ્રષ્ટિથી, ફેંકવું અહીં તહીં,
પોતાને જ, એકલતામાં પચાવવાનું, આવવાનું.

કશું જ અહીં નથી, જે બ્રહ્માંડથી છુપાતુંમોરલી’.
બધું જ છપાતું, પોતાનો જ સામનો કરાવતું.

પ્રભુ... પ્રભુ


-         મોરલી પંડ્યા
એપ્રિલ , ૨૦૧૫

No comments:

Post a Comment