પ્રભુ બાળ જ્યારે જન્મ
ધરે છે,
દિવ્ય સેતુ ધરા અંબર જોડે છે,
મમતા નવસ્તર
સમજમાં ખુલે છે,
પિતૃ સ્થાન શુદ્ધ ક્ષમતા ભરે છે,
આવાસ લચીલું
વાતાવરણ બને છે,
આગમન માટે સ્વચ્છ તાકાત મૂકે છે,
કંઈક જુદી
જ સ્થિતીમાં જન્મદાન મળે છે,
અનેરા તેજ ને અદ્રશ્ય આભામાં હોય છે,
અનન્ય જીવતર
સાથે ઘડતર મેળવે છે,
ઊચ્ચ ઊદ્દેશમાં જીવન પરિણમે છે,
પ્રભુકાર્ય
લક્ષ્ય,
આત્મવિદિત હોય જ છે,
જીવન એને 'મોરલી' અવસર બની રહે છે.
- મોરલી પંડ્યા
એપ્રિલ ૨૮, ૨૦૧૫
|
No comments:
Post a Comment