નીરવતામાં ઊઠતું ઊર!
અંતરસાદ સૂણતું મૌન!
કહ્યાગરી બુદ્ધિ પાડે પાર,
પ્રભુકાર્યનાં નિશ્ચિત મંડાણ!
નીરવતામાં આજ્ઞાંકિત મન!
ધ્યાન-સભાન મંત્રમય!
સ્ફૂરણા ઊકલતું નિષ્ઠ કરણ,
કર્તવ્ય પ્રભુકર્મ એક લગન!
નીરવતામાં સઘન સમય!
અસ્તિત્વ ડૂબતું તરબતર!
'મોરલી' ફક્ત દેખીતું જણ,
મૂક મજબૂત સાધન અંદર!
- મોરલી પંડ્યા
એપ્રિલ ૧૩, ૨૦૧૫
|
No comments:
Post a Comment