સ્વીકાર બિંદુ
શોધી,
દબાવેલું રાખવું.
બહાર નહીં, મગજમાં જ છે છુપાયેલું!
સંબંધ,સગપણ જ્યાં ભાવનાત્મક
વધું,
બસ! આ જ બિંદું હાથવગું, કારગત સાધવું!
જ્યાં અનુભવાય
વિરોધ, વિદ્ન કે અંધારું,
માનજો, છે એ અંદર જ, વાતાવરણમાં બેઠું!
એનો નિકાલ, ભાન ને અર્પણમાં
છે જાણવું,
જેવું અનુસર્યું, પેલું બિંદું વધુ
સહજ સધાતું!
માનસિક-ભાવનાત્મક વિસ્તાર, જેતે જણ પામતું,
સામા પક્ષને કંઈક નવાં જ પ્રતિભાવે ચમકાવતું!
જો આ સ્વીકાર
વલણ આત્મસાત થયું,
તો એટલું આપમેળે! કે બીજાને પ્રેરતું રહેતું!
ને એમાં ઓળઘોળ
વ્યક્તિ બસ! નિર્લિપ્ત સબળું,
ને 'મોરલી' પ્રભુપ્રેમ, કૃપાનો સ્વાદ ચાખતું!
- મોરલી પંડ્યા
એપ્રિલ ૪, ૨૦૧૫
|
No comments:
Post a Comment