મા...
ખરું તારું
સાધના શસ્ર!
સંસાર પોતે જ સક્ષમ ક્ષેત્ર!
સંજોગ, ક્ષણ કે સંબંધ,
પ્રત્યેક પોતે જ ઊત્તમ સ્ત્રોત!
બસ! સર્વભૂમિકામાં
કર્તવ્યનિષ્ઠ,
અર્પણ નિઃશેષ શક્ય-તી-શક્ય,
ચેતના પ્રતિ સદા ખુલ્લો સંપુર્ણ,
સંસારી એટલો તમ હ્રદયસમીપ!
અચૂક નેક, ન ભાવ શુષ્ક ,
સંતુલિત સ્થિતપ્રજ્ઞ દરેક સૂર,
ઊદરે સમતા ને ઊરે પુર,
સંસારી બને તારો સાધક નિપૂણ!
જીવન પ્રભુભેટ, પળપળ રુણ,
બધું પ્રભુને ને પ્રભુમૂળથી જ બધુંય,
સ્મરણ એનું, એનું જ સર્વસ્વ!
બેડો પાર 'મોરલી', ને પ્રભુપ્રભુ સર્વત્ર!
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૧૭, ૨૦૧૫
|
No comments:
Post a Comment