પ્રભુ, ક્ષણ એટલે?
શૂન્ય ને પૂર્ણ, બિંદુ ને સમસ્ત,
વિસર્જન ને સર્જન, ઉદય ને અસ્ત,
અલોપ ને સમક્ષ, સાક્ષાત ને અદૃશ્ય,
પ્રગતિ ને મુકામ,પ્રવાહ ને પરિણામ,
સહજ ને સક્રિય,પ્રક્રિયા ને ઓળખ,
શીખ ને શાણપણ,અંતઃસ્થ ને પ્રગટ,
સંદર્ભ ને સ્ત્રોત, ગ્રહણ ને પ્રેરક,
સ્મરણ ને સંધાન, સાજ્ય ને સમર્પણ,
ભક્ત ને ભોક્તા ‘મોરલી’ ઈશી ને ભક્તિ...
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૨૬, ૨૦૧૫
|
No comments:
Post a Comment