રૂપાંતરિત
પ્રાણઅગ્નિ 
દિવ્ય જ્યોતમાં, 
દેહ મધ્યે પ્રજ્વળીત 
અખંડ જ્યોતમાં. 
 
નીતરે નીત
પ્રકાશ  
સ્વરૂપ જ્યોતમાં, 
જડબેસલાક કમાડ  
ખુલે જ્યોતમાં. 
 
અધૂરાં તત્વતાર 
યજ્ઞહોમ જ્યોતમાં, 
દિવ્યઅંકુર સાથે 
નવપલ્લિત જ્યોતમાં. 
 
જ્યોતિ તેજ, પ્રભાવ 
વિસ્તરે જ્યોતમાં, 
નમે 'મોરલી' માતૃબાળ 
ઊદ્ઘાટિત જ્યોતમાં. 
 
- મોરલી પંડ્યા 
એપ્રિલ ૨, ૨૦૧૫ 
 
  
 | 
No comments:
Post a Comment