મન ઈચ્છ્યું, મથ્યું, મઢ્યું તે અપરા!
આરપાર વિંધાય, પશ્યાત પરા!
ચૈતન્ય ઊતારે
ત્યાંથી ચેતના!
સાંધે ચૈત્યાત્મા સંગે, જે દેહમાં!
દિવ્ય જ્યોતિ
અખંડ સ્થાન જ્યાં!
પ્રજ્વળે તેજે પ્રભુ-સ્થિત-આત્મા!
દૈવી દિવ્ય
તરંગ સભર જ્ઞાનવર્ષા!
પ્રસરે દેહે, અનુભૂતી મયી ઈશ્વરા!
પ્રગટે પ્રભુકર્મ, બને અન્ય પ્રેરણા!
આધાર વધુ ગહન, પરમ ઊંડાણમાં!
અપરા-પરા સમાંતર
શક્તિ ધારણા!
મનપ્રદેશ સંગે યોગ્ય અસ્તિત્વ સાધના!
પ્રભુ ઊંચકે
યાચકને અખિલ બ્રહ્માંડમાં!
બનાવે પૂર્ણકરણ 'મોરલી'ને દિવ્યઈશા!
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૨૩, ૨૦૧૫
|
No comments:
Post a Comment