Friday, 10 April 2015

ક્ષણમાં અસંખ્ય...



ક્ષણમાં અસંખ્ય શક્યતાઓ  ભરી છે
ને કણકણમાં ઠોસોઠસ ક્ષમતા!

રુંવે રુંવે મબલખ શક્તિઓ પડી છે
ને રેસેરેસે અભૂતપૂર્વ ભવ્યતા!

બુદ્ધિમાં લખલૂટ વિસ્તાર મૂક્યો છે
ને મનમાં કેળવવા સમતા!

પ્રાણમાં અસીમ શિષ્યગુણ પડ્યાં છે
ને ચિત્તમાં અખંડિત નીરવતા!

જણજણમાં અદ્ભૂત કાંતિ છૂપી છે
ને જીવમાં અપ્રિતમ સંભાવના!

શ્વાસ-સંવાદમાં આવિર્ભાવી પ્રભાવ છે
ને રક્તમાં શરિરી પ્રતાપ !

આત્મઢંઢોળમાં પરમપ્રભુ મળી આવે છે
ને હ્રદયે 'મોરલી'-મા વસવાટ!

 - મોરલી પંડ્યા
એપ્રિલ ૧૦, ૨૦૧૫



No comments:

Post a Comment