Saturday, 11 April 2015

મારો માધવ...


મારો માધવ મોહક મનભાવન!
મારો પ્રેમ થઈ ચાલ્યો પાવન!

ટીપેટીપે છીપે, તૃષા-ચાતક!
રોમરોમ શ્વસે, માધવમાધવ

પુષ્ટ કારુણ્ય, ઊચ્ચ, ધવલ!
મનસ્તરઊર્ધ્વે, બહોળો પ્રબુદ્ધ!

ઊરે ઊમટે, સાગર સૌરભ!  
હું, નિર્ધન તુજબીન, ઓ પાવક!

સ્મરણ, વલણ, ભાવ પ્રભાવક!
'
મોરલી' ઊજળે, તવચરણે ઓ માધવ!

-         મોરલી પંડ્યા
એપ્રિલ ૧૨, ૨૦૧૫

No comments:

Post a Comment