ન પડઘો ન આવર્તન...
ન પ્રતિબિંબ ન ભ્રમ...
ન પડછાયો ન તરંગ...
ન આવરણ ન વમળ...
ન છાયા ન ભ્રમણ...
ન છાપ ન અટકળ...
ન ધારણા ન સંશય ...
ન આભાસ ન કલ્પન...
ન સમાધાન ન સૂચન...
ન છબી ન પટલ...
બસ! સતત, નક્કર!
સાનિધ્ય ને સંપર્ક,
સંનિધિ ને સહચર,
'મોરલી' ભીતરે સઘન...
- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૬
Flower Name: Rhoeo spathacea
(Oyster plant, Boat lily, Cradle lily, Moses in his cradle)
Significance: Divine Presence
It hides from the ignorant eye its ever-present magnificence!
No comments:
Post a Comment