Monday, 22 August 2016

શમણું સેવ્યાં...



શમણું સેવ્યાં પછી વીંટાતું નથી, 
છતાં, ઘડતર વગર હકીકત બનતું નથી

પાંખો આવ્યા પછી પલટાતું નથી,
છતાં, ગતિ પારખ્યા વગર ઊડાતું નથી.

પરખ આવ્યા પછી રમાતું નથી,
છતાં, સમજ્યા વગર દાવ અપાતો નથી.

ચિત્ર દોર્યાં પછી ભૂંસાતું નથી,
છતાં, બીજી આવૃત્તિ બનતી રોકાતી નથી.

વહેણ બન્યા પછી સ્થિર થવાતું નથી,
છતાં, પ્રવાહદિશામાં તરતાં અટકાતું નથી.

લક્ષ્ય મૂક્યાં પછી પાછાં થવાતું નથી,
છતાં, અંગત જીવાયેલ રસ્તો તપાસતું નથી.

ભૂતકાળનો જવાનો રંજ રહેતો નથી,
છતાં, ભાવિમાં ઊપસવો અશક્ય નથી.

મૃત્યુ કોઈથી 'મોરલી' રોકી શકાતું નથી,
છતાં,  જીવન માણીએ તો, હરાવી જતું નથી.



બ્રહ્માંડ સમગ્ર ગતિમય છે, 
એની ક્ષણો પોતે અસંખ્ય ગતિઓ છે, 
દરેક ગતિ પ્રગતિમાં છે. 

એટલે,
સમસ્ત સર્વસ્વ ક્રિયાશીલ છે.
પડાવ છે અને છતાં ક્રિયાન્વિત છે.
ગ્રાહ્ય છે છતાંય અગણિત છે.
સમજથી અમર્યાદ છતાં સમજને પોષતું છે.
સ્થિર સર્જનશીલ છે.
સૂક્ષ્મ સહજ છે.
અદ્રશ્ય અદ્રષ્ટ છે.



વિતેલું બદલાતું નથી, વિગત બને છે, ક્યાંક સ્વબળને પડકાર ને ભાવિની પૃષ્ઠભુ બને છે...
એક સમય ઊપર બીજા સમયનો માળો રચાય છે. જે કંઈ બનતું છે એ ભૂંસાતું નથી, મઠારાય છે...

રમતની ગમ્મત સમજાઈ જાય પછી પણ ખેલાડીપણું છોડાતું નથી. વધુ આક્રમકતા સાથે બાજી જીતી બતાવવી પડે છે, અન્યો સાથે આંતરસાક્ષીને પણ...

સ્વપ્ન જોઈ લીધા પછી જ ખરી શરૂઆત થાય છે. એને બીજા સ્તર પર લઈ જવા માટે નવા માળખામાં પ્રવેશવું પડે છે...

ક્યાંય કશું અટકમાં નથી, અટકતું નથી, અટકાવ નથી...

અહીં છીએ ત્યાં સુધી સમય અને ગતિનાં માપદંડમાં બસ સરકવાનું છે. 

મૃત્યુને જીવંત બની જીવવાનું છે. એમાંય જીવનનો અંત જોઈ જીતી જવાનું છે...

અગતની આપેલી આ પળે પળોમાં બસ, ગતિ બનવાનું છે...

ધન્ય છીએ પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Dendranthema Xgrandiflorum, Chrysanthemum Xmorifolium,
Florists' chrysanthemum
Significance: Life Energy in the Material
(No comment)
The true Life-Force ( Life Energy )is a great and radiant Divine Power, full of peace and strength and bliss, a wide-wayed Angel of life with its wings of Might unfolding the universe.  It supports and occupies all forms and without it no physical form could have come into being or could remain in being.
SRI AUROBINDO

No comments:

Post a Comment