Tuesday, 16 August 2016

તારી દ્રષ્ટિ પડ્યે...



મા, તારી દ્રષ્ટિ પડ્યે આ સંસાર ઊજળો.
સંસારી તારો ને એનો ધર્મ- કર્મ સઘળો.

મા, તારી દ્રષ્ટિ પડ્યે નીખરે સંસાર ચક્રો,
એક એક ભૂમિકા અને સગપણ સબળો.

મા, તારી દ્રષ્ટિ પડ્યે સંસાર સમીકરણો,
નવ દ્રષ્ટિ ને સમજ ભર્યા સત્વકરણો.

મા, તારી દ્રષ્ટિ પડ્યે સંસાર વિકાસક્રમો,
તેં દીધો એને અનન્ય ને વિશેષ દરજ્જો.

મા, તારી દ્રષ્ટિ પડ્યે સંસાર અભિગમો,
સફર લચીલી,  તરફ ગતિશીલ પ્રદેશો.

મા, તારી દ્રષ્ટિ પડ્યે સંસાર, દિવ્ય મોકો,
આતમ ઊત્થાન ને દીપ્તિમય ભવો.

મા, તારી દ્રષ્ટિ પડ્યે સંસાર હર્યો ભર્યો,
'મોરલી' આ દિવ્યકૃપાભેટ ભરપૂર માણો.


સંસારની હલનચલનો, ભૌતિક સંપર્કો, માનવજીવનની સાંઢગાંઢો, વર્તુળો ને એનાં પરિઘો બધાં જ બેલગામ પ્રાણતત્વોની ચહેલપહેલો...

ઘટનાઓ, સફળતાઓ, ભુક્તિનાં કારણો બને અને વ્યક્તિ એનો ભરપૂર શ્રેય લે. એમાં રચ્યો પચ્યો અને રમમાણ રહે. એ ચક્રમાં જોડાય, ગતિ આપે અને ફસાય. 

એક તરફ અહંની ભૂખ અને બીજે પક્ષે નબળું પાત્ર...બંન્ને એકબીજા પર નિર્ભર...


પણ જે અભીપ્સુ જીવ, આ પ્રભાવને તોડી ઊર્ધ્વ દ્રષ્ટિ મેળવે ને એમાં જો પ્રભુની કૃપાદ્રષ્ટિ જોડાઈ જાય તો બધાં જ ચણતરો ખરાવી પાડે કારણ એ આત્માનાં ટેકે ન ઊભાં થયાં હોય. એનાં ઢાંચામાં ફરતાં, બદલાતાં પ્રાણતત્વો બેઠેલાં હોય.

પ્રભુદ્રષ્ટિ, આત્માને તાબેદારી બક્ષે, પછી બધાં જ તાણાંવાણાં - વ્યક્તિની અંદરનાં અને બહારનાં પલટાઈને દિવ્ય અભિમુખ થાય. કદાચ સંજોગ કે ઘટના ન બદલાય પણ એ સિવાયનું બધું જ એવી કક્ષાએ બેસે જે પ્રગતિશીલ હોય. અપેક્ષિત વિપરીત પરિણામ ને બદલે શક્ય એટલો ઊત્તમ વિકાસલક્ષી બદલાવ આવે.

વ્યક્તિ પસાર જરૂર થાય પણ બહાર નીકળે...
અવસ્પર્શ્ય...
કોરો...તાજો માજો...
અડીખમ વિજેતા...


પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Allamanda blanchetti (Purple allamanda)
Significance: Victory in the Vital
In the vital even a little victory has great consequences.
One must grow in the peace that is born of the certitude of victory.

No comments:

Post a Comment