Tuesday, 9 August 2016

શાણપણ વગરનુ...


શાણપણ વગરનુ જ્ઞાન નકામુ 
ને સમર્પણ વગરનો સાક્ષાત્કાર...

આનંદ વગરની ભક્તિ નકલી
ને વહેંચણી વગરની ભુક્તિ...

નીરવતા વગરની શાંતિ ક્ષણિક
ને સ્થિરતા વગરની ક્ષમતા...

સમતા વગરની શક્તિ અસંભવ
ને પ્રમાણિકતા વગરની પારદર્શકતા...

સમભાવ વગરની કરુણા ખોખલી
ને પ્રેમ વગરની જવાબદારી...

લક્ષ્ય વગરની બુદ્ધિ વિપરીત
ને ઉદ્દેશ વગરની જિંદગી...

પ્રભુબક્ષિસ વગરની કૃપા અશક્ય
ને સંનિધિ વગર 'મોરલી'...


ફક્ત તત્વજ્ઞાન નહીં પણ આધ્યાત્મ સુધી... એટલો ફરક...
સાવ ચિંતન મનન નહીં પણ એનેય સમાવતું. કશુંય ક્ષણિક કે સમય પૂરતું નહીં. 

આ... એવું નથી કે, જે બદલાતું રહે. એક સમયે આ ને બીજા કોઈ સમયે સદંતર જુદું, જેમાં અગાઉનું રહ્યું ન હોય, એવું નહીં. 'થવું' અને 'હોવું' - નો ફરક. સ્વપ્રયત્ન અને સહસા, સહજ, સ્વયંભૂ - નો ફરક.

આધ્યાત્મ માર્ગે જે કંઈક વિકસે એ ઠોસ હોય. ફળીભૂત થયું હોય. આવી ને જવાની વાત ન હોય. એ મેળવાયું હોય. સ્વરૂપમાં અપાયું હોય અને એ સ્વરૂપનું  બની ગયું હોય, સ્વરૂપનો ભાગ, સ્વરૂપ જ.

જ્યારે સાચા અર્થમાં શાંતિ આવીને વસે ત્યારે એ સમતા, નીરવતા, સાતત્ય, શાણપણ, કરુણા વિગેરે જેવી વિશેષતાઓનાં સમૂહને વીંટળાઈને આવે. ત્યારે જ આધાર સ્થિર થાય, આગળનાં માર્ગ માટે.

સફળતાએ આંકવાની વાત હોય ત્યારે જરૂર ક્ષેત્ર મનસ્થ, પ્રાણમય કે ભૌતિકરૂપનું હોઈ શકે. ત્રણમાંનું એક અથવા કોઈ પણ બે પ્રમુખ હોઈ શકે. પણ ચૈત્ય સંનિધિની અનુભૂતિ સુધીમાં બધાં જ ભાગોને આવરી લેવાયાં હોય. પછી કશું એક કે બીજું અથવા એક પછી બીજું ન રહેતાં બધુંજ જરૂરનું સાંગોપાંગ ગોઠવાય અને વાતાવરણ બનાતું જાય. 

ત્યારે ખરો સત્ તબક્કો....

પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Echinopsis oxygona [Echinopsis Multiplex] (Barrel cactus, Easter-lily cactus, Pink Easter-lily cactus)
Significance: Richness of Feelings
No false show - sincere and concentrated.

No comments:

Post a Comment