Saturday, 20 August 2016

વાક વિભૂતી વસે...



દેહ મધ્યે, ઊર ગહને, વાક વિભૂતી વસે.
શીશ મધ્યે, ઊર્ધ્વ બિંદે પ્રવેશ સહજ બને.

ન શબ્દ, ન ઊચ્ચાર, ન કોઈ સંજ્ઞા ધરે.
વહેતું દિવ્ય અસ્તિત્વ, ખુદ ઓળખ બને.

અંતઃસ્થે પૂર ઊમટે, માનવ ત્યાં પહોંચે.
એ સ્પર્શ સભાન સતર્ક જ્ઞાનવાહક બને.

વેરવિખેર ઊર્જા વિસ્તરણ સમેટે જો હ્રદયે,
ડુબકી ભરે, ઊંડેઊંડે છેક છેડે સંપર્ક બને.

જ્ઞાન, વાક સઘળું મોજુદ નર્યા નગ્ન વેષે,
માનવ અડે, ઢાંચે ઠાળે, સમજ જેતે બને.

વધુ ઊંચે, વધુ ગહરે સફર જો નિષ્ઠ વધે,
'મોરલી', પજ્ઞરૂપો વિભૂતીઅંશો દેહધારી બને...



એ જ છે, અહીં તહીં બધે જ...

એ એનાં જ અંશમાં જીવંત બને, માણસ બની, માણસ થકી, માણસમાં જ સ્થાપિત થાય, અત્યાર સુધી સંતાઈને બેઠો હોય...!! રમત નહીં તો બીજું શું ?

આ પુરુષોત્તમ, પરમેશ્વર, પરમાત્મા સિવાય કોણ હોઈ શકે...કોણ કરી શકે...

એ જ, જે તે વ્યક્તિઅંશોમાં ઈચ્છિત રૂપ લે, એને સ્વરૂપનો ભાગ બનાવી મૂકે, વ્યક્તિઅંશની સક્રિયતા, ઘટમાળો વિગેરે એની આજુબાજુ અથવા એના તરફ દોરી જાય એવી રીતે ગોઠવે...




પણ વ્યક્તિઅંશ, વ્યક્તિઅહં બની બેઠો હોય. "શકટનો ભાર જેમ શ્વાન તાણે...


નિરવતા જ્યારે રૂંવે રૂંવે સ્વીકારાય, શાંતિ સ્વરૂપ હિસ્સો બને પછી વહેણ બદલાઈ જાય, સભાનતા આવે, સત્ય સંપર્ક થાય અને કંઈક અદ્રષ્ટ સંસર્ગો અને સંનિધિમાં આવા અને કંઈ કેટલાંય વિવિધ પ્રકારનાં અવતરણો પૃથ્વી ધરે. 

નિષ્ઠાપૂર્વક, સજાગતામાં એ સંનિધિને અનુસરવામાં આવે તો એ સત્યસ્વરૂપો અક્ષરદેહે પૂર્ણ સાતત્ય સાથે વ્યક્તવ્ય બને...નિરંતર વહે...

પ્રણામ અંતઃસ્થ પ્રભુ...

- મોરલી પંડ્યા

ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Hibiscus rosa-sinensis (Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China)
Significance: Godhead
Pure and perfect, puts forth its force in the world
.

I use the word Godhead because it expresses at once the essence of Divinity and its powers - it opens the door on both the impersonal and the personal aspects without stressing either.
SRI AUROBINDO

No comments:

Post a Comment