Sunday, 7 August 2016

આમાં... ક્યાંય...



આમાં...

ક્યાંય મન નથી, સત્ય છે
રમત નથી, નર્યું તથ્ય છે.

કોઈ જોડ નથી, નક્કર છે.
વિભાગ નથી, સળંગ છે.

કશું રહસ્ય નથી, સહજ છે.
છૂપું નથી, પારદર્શક છે.

ઢાંકણ નથી, સાતત્ય છે.
સંગ્રહ નથી, વહેણ છે.

કલ્પન નથી, હકીકત છે.
છબી નથી, અનુભૂતિ છે.

ઘડતર નથી, ગૂઢ છે.
શોધખોળ નથી, સ્વયંભૂ છે.

માનવીય નથી, અગત છે.
'મોરલી' નાં કૃપાને વંદન છે...

- મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Saponaria (Soap-won, Bouncing Bet)
Significance: Right Use of the Granted Grace
No deformation, no diminution, no exaggeration, a clear sincerity.

No comments:

Post a Comment