Tuesday, 30 August 2016

અહો મા, તમે પધાર્યા...



અહો મા,

તમે પધાર્યા આ સ્વરૂપે!
સૌંદર્ય, પ્રજ્ઞ, ગરિમા મૂર્તે...
લક્ષ્મી ભગવતી મહેશ્વરી શારદે
ચતુર્થ તું, ને એ મૂળઅંશે...

આ દેહે સજે, શ્રીલક્ષ્મી અર્થે
મનમતિ, શ્રી સરસ્વતી કંઠે
શ્રી ભગવતી, ઊરે સર્જક રૂપે
જગ જીતતી, શ્રી મહેશ્વરી સહજે...

દેહસ્થ અગત! ઈન્દ્રિયો પૂંઠે,
દિશા, દર્શન, દશા અભિરૂપે
 કર, વચન, કર્મ, કર્તવ્યે
મા અમલી, 'મોરલી' સ્વરૂપે...




પૂર્ણયોગનો એક આગવો પડાવ...દૈવીસંપર્ક!

યોગમાર્ગે નિષ્ઠ, એકાગ્ર સાધક જ્યારે ખરી સાધનાનો સ્વામી બને ત્યારે દેવ-દેવી સ્વરૂપોનાં પ્રદેશમાં થઈને આગળ વધે.

પૂર્ણયોગનાં પ્રણેતાએ એ બાંહેધરી આપી છે કે કોઈ પણ વ્યક્તિસાધક, સ્મરણ અને સમર્પણ દ્વારા આ માર્ગે મક્કમ પગલે આગળ વધશે, દિવ્યચેતનાનાં સ્વીકારને પાત્ર બનશે, તેને જે તે જરૂરી શક્તિ અને દૈવત્વનો સંપર્ક મળશે.




આ પ્રક્રિયા, ચાર તબક્કે મજબૂત થાય.
જ્ઞાન અને સમજ,
દર્શનલાભ,
શક્તિ અવતરણ,
દેહસ્થ સ્થિર સ્થિતિ.

દેવ સ્વરૂપોનું હોવું, દરેકની વિશિષ્ટતા,  એકતામાં એ અનેકરૂપતાનો ફાળો, કૃપાદ્રષ્ટિનાં પરિણામો, ધારકની ગ્રહણશીલતા, તથા આગળનાં તબક્કાઓની સમજ તથા સત્ય જ્ઞાન, જે એટલું પારદર્શક અને સચોટ હોય કે માનવબુદ્ધિને ગૂઢ સમજાય...

જે તે દૈવી સ્વરૂપનાં સૂક્ષ્મદ્રષ્ટિ દ્વારા સૂક્ષ્મદેહમાં દર્શન. એનાં દ્વારા શ્રધ્ધા અને વધુ વિશ્વાસની ખીલવણી. આધારનું સ્થિતપ્રજ્ઞતા સાથે જોડાણ...

જરૂરી અને અનુકૂળ શક્તિ દોરવણી અને અવતરણ. જ્યારે અને જે ઘટના સમયે જે તે દૈવીશક્તિની કૃપાનું અવતરણ...

યોગ્ય રીતે કેળવાયેલ, આધાર-ધારક- સાધકનાં દેહમાં એ શક્તિ આરુઢ થવી, સમવિષ્ટ થવી. હવે પછીનાં કાર્યોમાં એ શક્તિનું માર્ગદર્શન અને અમલીકરણ...

આ પ્રચંડ, વિશાળ દિવ્યગતિવિધિઓ સંપૂર્ણ રક્ષણ અને પ્રભુનાં આદેશમાં શક્ય...જાણે હકીકત જોઈ લો...

અંતઃકરણથી શત શત નમન પ્રભુ...

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧

Flower Name: Nymphaea (Water lily) 
Significance: MAHALAKSHMI
Integral Wealth of Mahalakshmi
Wealth in all domains and all activities, intellectual, psychological, material, in feeling and action.

No comments:

Post a Comment