Thursday, 18 August 2016

આત્મા ઓથે...



આત્મા ઓથે બેઠો જીવ,
તરંગ, તુક્કા, ઠાલી ભીડ
મૂકી મહીં નીરવ ખીણ.
બેઠો બન્યો શાંત ધીર.

ઊગવા વીંધે છેદે તીર,
ધારદાર, એકાગ્ર ચિત્ત,
પરિવર્તિત તીણો પીઢ,
બેઠો બની હૈયે હેત હીર.

ભવ ગત અગત શીખ,
જે મળી, ભેળી, સંચિત
ભાથુ વાળી નીકળે વીર,
બેઠો બન્યો આતમ સિધ્ધ

ઠાની, જીવવી જિંદગી જીત.
સહેલાણી ને સહેલી પ્રીત,
નિયત, કર્મ રહે અગ્રિમ,
બેઠો 'મોરલી' જીવ નિશ્ચિંત...



જીવાત્માનો કંઈક હિસ્સો અલાયદો હોય જે જન્મે જન્મે સત્યો નવેસરથી આત્મસાત કરતો,  ઊત્ક્રાંતિગત હોય. દર જીવનકાળ દરમ્યાન વિકસિત થાય અને એમ પરમ-આત્માની વધુ ને વધુ સમીપ જતો હોય.

પોતાના ભાગની પ્રગતિ એણે પણ જીવંત દેહમાં રહી ઘટનાચક્રો દ્વારા મેળવવી પડે. દર જન્મે એ સ્તર અને કક્ષા વધુ પક્વ થતી જાય.

દર જન્મે પક્વતા પ્રમાણે વહેલો-મોડો સંપર્ક તાજો થાય. અસ્તિત્વનાં બીજાં ભાગોને આત્મસ્થ કરી, જીવનની દોર હાથમાં લે.



આ જીવનમાં નિરવતા, શાંતિ સ્થાપિત કરે એટલે આગળનું બોલતું, બધું  સંચિત પણ જમાપાસુ બને અને આત્માની અનુસરણીમાં સ્વરૂપની ગતિવિધીઓને મૂકે.

પછી પ્રભુ પ્રેરીત જીવનશક્તિ દ્વારા જીવતર જીત મેળવે. 
કર્તવ્ય કર્મ...
નિ:ષ્પક્ષ, નિર્લેપ નિયત...
પ્રવાસી અભિગમ ... 
પ્રભુ પ્રેમ દ્રષ્ટિ સાથે... 
નિશ્ચિંતતામાં સ્થાયી સફર...


પ્રણામ...

- મોરલી પંડ્યા 
ઓગસ્ટ, ૨૦૧


Flower Name: Pink shower, Rainbow shower; Apple-blossom cassia
Significance: Psychic Work
A work governed by harmony.
The psychic being is the soul developing in the evolution.
SRI AUROBINDO

No comments:

Post a Comment